Gujarat

 જનતા કી જાનકારી પેપરના અહેવાલની અસર તાત્કાલિક ધોરણે મેરીયા બ્રિજ પર રેતીના થરને  દૂર કરવામાં આવ્યા

તારીખ 26 4 2023 ના રોજ જનતા કી જાનકારી ડેલી પેપરમાં બોડેલી તાલુકાના જબુગામ હાઈવે માર્ગ પરના મેરીયા બ્રિજ પર રેતીના થર જામતા અકસ્માતની ભીતિ ને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મેરીયા બ્રિજ પાસેના રોડ પરના સાફ સુફાઈ કરવામાં આવી હતી ત્યારે વાહન ચાલકો પણ જનતા કી જાનકારી પેપરના સમાચાર ને લઈને આભાર વ્યક્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૫૬ પરના જબુગામ બોડેલી માગૅ પર મેરીયા બ્રિજ પર તેમજ હાઈવે માર્ગની બંને સાઈડ પર રેતીના ઢગ ખડકાતા અકસ્માત થવાની દહેશત વતૉઈ રહી છે વિકાસ સાથે સંકળાયેલા અનેક ગામોને જોડતા વાહનવ્યવહારથી ધમધમતા આ માગૅ પરના મેરીયા બ્રિજ તેમજ હાઈવે માર્ગને અડીને ઠેર ઠેર રેતીના ઢગ ખડકાતા અકસ્માત વધવા પામ્યો છે તેમજ આ માગૅ પરથી રોજિંદી સેંકડો ટ્રકો,હાઉવા,ડમ્પરો સહિતના વાહનો રેતીનું વહન કરે છે પણ તેઓ નિયમોનું છડેચોક ઉલંઘન કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી  જેથી રોડપર અડધા ફૂટ જેટલા રેતીનાં થરના કારણે દ્વિચક્રી વાહન ચાલકો રેતીમાં લપેટાઈ જવા સાથે સ્લીપ ખાઈને પડવાનાં બનાવોથી અકસ્માતોનું પ્રમાણ વધવા પામ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ રેતી દુર કરવી જરૂરી છે.તેમ જબુગામના ખેડૂત  જણાવ્યું હતું.પાવીજેતપુર બોડેલી હાઈવે માર્ગ પર જીવના જોખમે બાઈક લઈને મુસાફરી કરવી પડે છે રસ્તાની બાજુમાં એક્ઠી થયેલી રેતીના કારણે બાઈક સવારો અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ હાઈવે માર્ગ પર જીવનાં જોખમે બાઈક લઈને મુસાફરી કરવી પડે છે ત્યારે તંત્ર દ્વારા આ રેતી હટાવાઈ તેવી માંગ છે ગઈકાલે તારીખ 26 4 2023 ના રોજ જનતા કી જાનકારી પેપરમાં બોડેલી તાલુકાના જબુગામ હાઈવે માર્ગ પરના મેરીયા બ્રિજ પર રેતીના થર જામતા અકસ્માતની ભીતિ ને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મેરીયા બ્રિજ પાસેના રોડ પરના સાફ સુફાઈ કરવામાં આવી હતી ત્યારે વાહન ચાલકો પણ જનતા કી જાનકારી પેપરના સમાચાર ને લઈને આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20230426-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *