જામનગરના દિવ્યાંગોની સરળતા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટની કામગીરી અંગે મહત્વપૂર્ણ નિર્ણય
લેવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જામનગર દ્વારા તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તમામ સામુહિક
આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી અને જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારીશ્રીને જિલ્લાના તમામ દિવ્યાંગોને સ્થાનિક કેન્દ્રો પરથી ઓનલાઇન કામગીરી કરી આપવા માટે સૂચન કર્યું છે.
તમામ દિવ્યાંગોને સ્થાનિક કેન્દ્રો પરથી ઓનલાઇન કામગીરી કરીને તેમના દિવ્યાંગતા સર્ટિફિકેટ માટેની પ્રોસેસ કરવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ જ દિવ્યાંગોને જામનગરની જી. જી. સરકારી હોસ્પિટલ ખાતે તબીબી તપાસ માટે ઝડપથી
કામગીરી કરવામાં આવશે.
