Gujarat

જામનગર રોજગાર કચેરી ખાતે આવતીકાલે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા નું આયોજન

ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર રોજગાર કચેરી દ્વારા આવતીકાલે તા. 28
એપ્રિલના રોજ 'રોજગાર દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. જેના અન્વયે, જામનગર રોજગાર કચેરી ખાતે આગામી તા. 28
એપ્રિલના રોજ સવારે 10: 30 કલાકે 'રોજગાર ઔદ્યોગિક ભરતીમેળા' નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં બહોળી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થત રહેશે. તેમજ તેમના દ્વારા
સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઇચ્છુક રોજગારવાંચ્છુ ઉમેદવારોએ
પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સ્વંય ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગે, વધુ માહિતી અત્રેની કચેરીના ફોન નં. 6357390390 પરથી મેળવી શકાશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) સુશ્રી
સરોજ બી. સાંડપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *