માંગરોળમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અરજદારોના પ્રશ્નો સાંભળ્યાં હતા અને તેના સકારાત્મક ઉકેલ અન્વયે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમાં કુલ ૯ પ્રશ્નો પૈકી ૬ પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. અન્ય ૩ પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વઘુમાં PMJAY, રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા, વિધવા સહાય જેવા લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સ્વાગત કાર્યક્રમની માહિતીના પેમ્પ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
