(કાળમુખા હાઇવે ઉપર મજુર પરિવારો ઉપર આફત ત્રાટકી)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે શિવ હોટલ પાસે ટેલર અને ટેકટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હયો જેમાં 20 થી વધુ લોકો ટેક્ટ્રર માં હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તથા
અન્ય 20 વ્યક્તિ ને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ લાવામાં આવ્યા હતા..ટેક્ટર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાતા રાહદારીઓ એ ઇજાગ્રસ્ત્ વ્યક્તિઓ ને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હો્પિટલમાં ખસેડાયા હતા મોટી સંખ્યામાં વ્યક્તિઓ ને ભારે ઈજાગ્રરત થતાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું માલવણ હાઇવે ઉપર અકસ્માતનાં પગલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી હતી.


