જૂનાગઢ તાલુકાના પાતાપુરની અને હાલ ઝાંઝરડા ગામ હનુમાનજી મંદિરની બાજુમાં ભાડેથી મકાનમાં રહેતી ૧૬ વર્ષ ૧૦ મહિનાની કિશોરી તા.૧૧/૦૫/૨૦૨૩ને ૩-૩૦ વાગ્યા આસપાસ પાતાપુર ગામેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. તેમણે પિન્ક કલરનો ડ્રેસ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ તાલુકા પોલીસે જણાવ્યું છે.
