વડોદરા, ગોધરા, રાજપીપળા અને છોટાઉદેપુર તરફ ના હાઇવે નો ટ્રાફિક દિવસ રાત ઢોક લિયા સર્કલ પાસે જોવા મળે છે. થોડાક દિવસ અગાઉ જ સર્કલ પાસે એક ટ્રક રોડ પર જ બગડી જતાં ત્રણેય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.
સર્કલ ને બધી બાજુ એ થી વાહનો અથડાતા તૂટી ગયું છે. તૂટેલા સર્કલ પાસે ગંદકી પણ જોવા મળે છે.
બોડેલી અને ઢોકલિયા ગામ ના પ્રવેશ દ્વાર પાસે જ તૂટેલું સર્કલ તંત્ર ના વિકાસ ની ચાળી ખાઈ રહ્યું છે. નવા આકાર સાથે નવું સર્કલ બને તેવી માંગ ઉઠી છે. ઢોકલિયા ચોકડી પર ટી સી કાપડિયા કોલેજ આવેલી છે. ત્યાં અનેક છાત્રો દૂર દૂર થી આવે છે ત્યારે સર્કલ પર નુ તૂટેલું સર્કલ વહેલી તકે નવું બને તે સમય ની માંગ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


