Gujarat

ભવનાથ મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રીના લોકમેળામાં જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ લોકસાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળા, લોકગાયિકા શ્રી મંજુલાબેન ગૈાસ્વામી, લોકગાયક શ્રી મિતુલભાઈ જીલડીયા,તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ(શારદાબેન બારોટ) દ્વારા હુડો રાસ, લોકસાહિત્યકાર શ્રી શિવરાજભાઈ વાળા, લોક ગાયક શ્રી હેતલબેન વાઢીયા, ભજનીક શ્રી નરેશભાઈ રાવલ, લોક ગાયક શ્રી સાગરભાઇ કાચા, લોકગાયક શ્રી જયદીપભાઇ ગઢવી,તારીખ ૧૭ ના રોજ કથક નૃત્ય જશોદાબેન પટેલ નૃત્યાલય એકેડેમી, અમદાવાદ, લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, ભજનીક શ્રી દિવ્યેશભાઈ જેઠવા, લોકસાહિત્યકાર શ્રી જીતુભાઈ દાદ, પાશ્વ ગાયક શ્રી દિપકભાઈ જોશી દ્વારા લોક સાહિત્યની વિવિધ  કૃતિઓ રજૂ કરવામાં આવશે.

        ભવનાથ ખાતે મંગલનાથ બાપુની જગ્યા સામે વિશાળ સ્ટેજ પર જિલ્લા તંત્ર દ્વારા  આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *