સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સરકાર શ્રી એ ૧૪ મી ફેબ્રુઆરી કાઉ હગ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આમ એ જાહેરાત આવકાર્ય છે. પરંતુ ગૌચર અને ગાય સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કોઈ ઠોસ પ્લાન હજુ જોવા મળતો નથી.. ખાલી કાઉ હગ ડે ઉજવવાથી ગાયની સમસ્યાઓ જેવી કે ગૌચર જમીન દિનપ્રતિદિન વધવાને બદલે ઘટી રહી છે.. વળી કદાચ પૂરતા પ્રમાણમાં ગૌચર ન હોવાથી જ રસ્તા ઉપર પણ ગાયો જોવા મળે છે. અગાઉ આ સંદર્ભે સરકારે રખડતાં પશુઓ માટે કોઈ નીતિ ઘડી હતી પરંતુ સંજોગોવસાત એનો સો ટકા અમલ નથી થઈ શક્યો.. આમ ગણીએ તો આ સમસ્યા સાવરકુંડલા પૂરતી પણ સિમિત નથી એટલે કાઉ હગ ડે ઉજવવાની સાથે સાથે ગાયોના રખરખાવ માટે કોઈ શ્રેષ્ઠ સરકારી પોલીસી પણ જાહેર થવી જોઈએ એવું બુધ્ધિજીવીમાં ચર્ચાય છે. ખાલી ગાયને હગ કર્યે સમસ્યાનું સમાધાન તો નથી થવાનું.. આમ ગણીએ તો ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન પવિત્ર અને પૂજનીય છે. શું ગૌસેવા માટે આપણે બ્રાઝિલ જેવા દેશ પાસેથી બોધપાઠ લેવો પડશે..? ભારત દેશમાં તો ગૌમાતા હજારો વર્ષોથી
કામધેનુ તરીકે વંદનીય અને પૂજનીય છે.


