નિસાર શેખ,મહુધા
મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે એક દિવસનો પીકનીક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સમગ્ર બાળકોએ આનંદ અને ઉલ્લાસ સાથે ડાન્સ મસ્તી , ક્રિકેટ , કબડ્ડી અને ગરબા રમીને આનંદ લીધો હતો સાથોસાથ બાળકોનાં નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ અવસરે કે.એમ.પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય હર્ષિત ભટ્ટ , શિક્ષક ગણ સહિત મહુધા કેળવણી મંડળ નાં કેમ્પસ ડાયરેકટર મહેશભાઈ.જી.પટેલ બાળકોનાં પીકનીક પ્રોગ્રામ માં જોડાયા હતા


