નાની કુંકાવાવ ખાતે રુ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર પંચાયત ઘર અને રુ.૧૧ લાખના ખર્ચે નિર્માણાધિન કોમ્યુનિટી હોલનું ખાતમહૂર્ત સંપન્ન
—
મુખ્ય નાયબ દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કુંકાવાવ ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ
—
અમરેલી, તા.૦૨ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની સાથે
અમરેલી જિલ્લામાં પણ વિકાસના કામો શરુ છે. વિકાસ કાર્યોની આ શ્રૃંખલાના ભાગરુપે અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ગામે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું.
નાની કુંકાવાવ ખાતે રુ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર પંચાયત ઘર અને રુ.૧૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમહૂર્ત મુખ્ય નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન મોવલિયાના હસ્તે થયું હતું. મુખ્ય નાયબ દંડકશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, નાની કુંકાવાવ ખાતે આ ભવનનોના નિર્માણ થકી સ્થાનિક રહીશોને સુવિધામાં વધારો થશે. તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના સાતત્યપૂર્ણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક વિકાસના તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાની નેમ પણ રાજ્ય સરકારની છે. તાજેતરમાં યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓનું સ્થળ પર સફળતા પૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ મોટી કુંકાવાવ ખાતે મુખ્ય નાયબ દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેઓશ્રીએ વિકાસકાર્યોની સમીક્ષા કરી, જરુરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


