(રોટરી દ્વારા થતા સેવાકીય કાર્યોથી અનેક યુવાનો પ્રેરણા તૉ જરૂરિયાત વર્ગ સેવા લઇ રહ્યો છે)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રાનાં આર્યસમાજ મંદિર ખાતે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા દ્વારા ડિવાઇન ટ્રસ્ટ રાજકોટનાં સહયોગથી દંત યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા રોટરી ક્લબ ધ્વરા સ્વસ્થ ધ્રાંગધ્રા, શિક્ષિત ધ્રાંગધ્રા અને સ્વચ્છ ધ્રાંગધ્રા બનાવવાની મુહિમ હેઠળ 3S સૂત્ર અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તયારે સ્વસ્થ ધ્રાંગધ્રા અંતર્ગત યોજાયેલ આ દંત યજ્ઞ કેમ્પમાં આયુર્વેદિક ડેન્ટિસ્ટ ર્ડો જયસુખભાઇ અને ર્ડો હર્ષિદા વસાવા તેમજ ટિમ દ્વારા દર્દીઓના દાંતનું પરિક્ષણ કરી નિદાન કરવામાં આવ્યું હતું જો કે એનેસથેસિયા વગર જ આયુર્વેદિક જાલંધર બંધ પ્રક્રિયા દ્વારા દર્દીઓના દુખાવામાં તેમજ હલતા દાંત પાડી દેવામાં આવ્યા હતાં. ધ્રાંગધ્રા રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ અને ઇનરવીલ ક્લબ તેમજ ડિવાઇન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત આ દંત યજ્ઞ કેમ્પમાં 65 દર્દીઓએ આ સેવાયજ્ઞમાં રાહત મેળવી હતી


