Gujarat

નિલમબાગ પો.સ્ટે.માં જી.એસ.ટી.ની બોગસ પેઢીઓ બનાવવાના ચકચારી ગુન્હામાં કુલ-૧૪ આરોપીઓએ કુલ- ૮,૮૧,૯૨,૫૩,૨૬૬/- (આઠસો, એકીયાસી કરોડ, બાણુ લાખ, ત્રેપન હજાર, બસો છાસઠ) રૂપિયાનુ કૌભાંડ કરી

નિલમબાગ પો.સ્ટે.માં જી.એસ.ટી.ની બોગસ પેઢીઓ બનાવવાના ચકચારી ગુન્હામાં કુલ-૧૪ આરોપીઓએ કુલ- ૮,૮૧,૯૨,૫૩,૨૬૬/- (આઠસો, એકીયાસી કરોડ, બાણુ લાખ, ત્રેપન હજાર, બસો છાસઠ) રૂપિયાનુ કૌભાંડ કરી કુલ-૧,૨૩,૩૫,૩૩,૨૯૩/- (એકસો ત્રેવીસ કરોડ, પાંત્રીસ લાખ, તેત્રીસ હજાર, બસો ત્રાણુ) રૂપિયાની કર ચોરી કરેલ હોય જે આરોપીઓ વિરૂધ્ધ કુલ-૮,૨૫૧ પાનાનુ ચાર્જશીટ કરતી SIT ટીમ

ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માંથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમા જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનું કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ર ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ ગુન્હો એમ કુલ-૪ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય

જે બાબતેની સરકારશ્રીએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબ દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાતમ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને એક સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામા આવેલ છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગીતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ SIT ના A.S.P. શ્રી શિવમ વર્મા સાહેબ તથા શ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ તથા D.Y.S.P શ્રી રાધીકા ભારાઇ સાહેબની માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી આર.એન.વિરાણી તથા કે.જી. ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાં કુલ-૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને કુલ-૪૬૧ બોગસ પેઢીઓ પૈકીની કુલ-૨૩૬ પેઢીઓમાં આરોપીઓ કુલ- ૧૧,૦૨,૧૦,૧૧,૧૦૨/- (અગીયારસો બે કરોડ, દસ લાખ, અગીયાર હજાર, એકસો બે) રૂપિયાનુ કૌભાંડ કરી કુલ-૧,૨૨,૩૬,૨૮,૭૦૯/- (એકસો બાવીસ કરોડ, છત્રીસ લાખ, અઠ્ઠીયાવીસ હજાર, સાતસો નવ) રૂપિયાની કર ચોરી કરેલ હોય જે કુલ-૧૫ આરોપીઓ વિરૂધ્ધ કુલ-૧૧,૨૨૮ પાનાનું પ્રથમ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારીશ્રી આર.એન. વિરાણીનાઓ દ્વારા કરવામાં આવેલ હતું.

[0) બાદમાં નિલમબાગ પો.સ્ટે.ના ગુન્હામાં કુલ-૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને કુલ-

૪૩૬ બોગસ પેઢીઓ પૈકીની કુલ-૧૨૫ પેઢીઓમાં આરોપીઓ કુલ- ૮,૮૧,૯૨,૫૩,૨૬૬/- (આઠસો, એકીયાસી

કરોડ, બાણુ લાખ, ત્રેપન હજાર, બસો છાસઠ) રૂપિયાનુ કૌભાંડ કરી કુલ-૧,૨૩,૩૫,૩૩,૨૯૩/- (એકસો ત્રેવીસ કરોડ, પાંત્રીસ લાખ, તેત્રીસ હજાર, બસો ત્રાણુ) રૂપિયાની કર ચોરી કરેલ હોય જે કુલ-૧૪ આરોપીઓ વિરૂધ્ધ કુલ- ૮,૨૫૧ પાનાનુ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારીશ્રી કે.જી.ચાવડાનાઓ દ્રારા કરવામાં આવેલ જ. આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (ST) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા

Screenshot_20230522_204721-2.jpg IMG-20230522-WA0108-1.jpg IMG-20230522-WA0109-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *