Gujarat

શિવરાત્રી મેળા સંદર્ભે સાંસ્કૃતિક સમિતિ ની બેઠક યોજાઈ

જૂનાગઢના ભવનાથ તળેટીમાં ગરવા ગિરનારની ગોદમાં તા.૧૫ ફેબુઆરી થી શિવરાત્રી મેળો યોજાનાર છે.

 મહાશિવરાત્રી  મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજ રોજ મેળા અધિકારી અને જૂનાગઢ પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલાના અધ્યક્ષ સ્થાને સાંસ્કૃતિક સમિતિની બેઠક યોજાઇ હતી. મેળામાં શિવરાત્રી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કલાકારોની પસંદગી, આયોજન તેમજ તેના સુચારું વ્યવસ્થા માટે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી શ્રી એ બેઠકમાં સાંસ્કૃતિક સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *