કેશોદના પીપળી ગામના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. લોકોના પ્રશ્નો સાંભળી તેને ત્વરિત ઉકેલવા અને નિરાકરણ લાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામજનોને વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેનો લાભ અપાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
