Gujarat

શ્રી નવજીવન કાલાવડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ

જામનગર જિલ્લામાં કાલાવડ ખાતે આવેલ શ્રી નવજીવન કાલાવડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ
લી.ની સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી તા.૦૩-૦૩-૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ
કરાઈ હતી. જે અંગેના દાવા-વાંધાઓ રજુ કરવાની મુદત તા.૧૦-૦૩-૨૦૨૩ મુકરર કરવામા આવેલ, નિયત તારીખ સુધીમાં
આ કામ ચલાઉ મતદાર યાદી સામે કોઈ દાવા-વાંધાઓ રજુ થયલ ન હોઇ તેમજ કાર્યક્રમ મુજબ મતદાર યાદીની આખરી
પ્રસિધ્ધિ તા.૨૩-૦૩-૨૦૨૩ ના રોજ કરવાનું નકકી થયા અનુસાર આ મતદાર યાદીને તા.૨૩-૦૩-૨૦૨૩ ના રોજ શ્રી
નવજીવન કાલાવડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.કાલાવડની વ્યવસ્થાપક સમિતીના સભ્યોની ચુંટણી માટેની આખરી
મતદારા યાદી તરીકે પ્રસિધ્ધ કરવામા આવે છે. તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારીશ્રી જામનગર ગ્રામ્યની યાદીમાં
જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *