Gujarat

સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુરના સહયોગથી  સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા એમઓ ડીટીસી ડો કુલદીપ શર્મા, જિલ્લા ટીબી એચ આઈ વી કો ઓર્ડીનેટર  વાલસિંગભાઈ રાઠવા, લ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં મેડિકલ ઓફિસર સહિત ની ટીમ તથા જેલ સુપ્રિટેન્ડેન્ટ એચ એ બાબરીયાની ઉપસ્થિતિમાં કેદી લાભાર્થીઓનુ સ્ક્રીનીંગ કરી ને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.
કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો , વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે Intrigreated Welness camp તારીખ ૧૫/૫/૨૦૨૩ થી તારીખ ૧૪/૬/૨૦૨૩ સતત મહિના સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે  જેના ભાગરૂપે આજરોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે કેમ્પ યોજી ટીબી,એચઆઈવી,એસટીઆઈ, હિપેટાઇટિસ બી’એચસીવી જેવાં રોગો માટે ની તપાસ તથા જરૂરી સારવાર માટે ના કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ તબીબી અઘિકારીઓ ડો.કુલદીપ શર્મા, ડો નિકુંજ,ડો. પાર્થ,ડો.અભિષેક,ડો.વરુણ તેમજ આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, અનીલભાઈ સુતરીયા, ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ, લેબોરેટરી ટેકનિશયન રાહુલ ઠક્કર, મહેશભાઈ રાઠવા, હેમાંગીની રાઠવા, જયેશભાઇ મકવાણા તેમજ અર્બન હેલ્થ સેન્ટર નાં એસઆઈ રાજુભાઇ રાઠવા,પીનલ બેન રાઠવા, કૈલાસ બેન રાઠવા, જાગૃતીબેન રાઠવા સહિત ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230519_1110430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *