Gujarat

સોનાના વાયદામાં રૂ.241ની નરમાઈઃ ચાંદી રૂ.136 અને ક્રૂડ તેલ રૂ.138 તેજ

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર
સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,081 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12560.42 કરોડનું

ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.24 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,08,249 સોદાઓમાં કુલ રૂ.21,664.5 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,080.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.12560.42 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 84,540 સોદાઓમાં રૂ.5,904.94 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,594ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,705 અને નીચામાં રૂ.59,092ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.241 ઘટી રૂ.59,265ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.23
વધી રૂ.46,817 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.5,816ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.263 ઘટી રૂ.59,161ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,008ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.69,260 અને નીચામાં રૂ.68,551ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.68,974ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.107 વધી રૂ.68,964 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.111
વધી રૂ.68,981 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,769 સોદાઓમાં રૂ.1,489.36 કરોડના વેપાર થયા હતા.
તાંબુ માર્ચ વાયદો રૂ.756ના ભાવે ખૂલી, રૂ.4.95 વધી રૂ.763.30 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી
રૂ.203.55 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી
રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી
રૂ.203.80 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182.80 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.65 ઘટી રૂ.255.75
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 49,233 સોદાઓમાં રૂ.1,671.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,566ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,719
અને નીચામાં રૂ.5,566ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.5,670 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.138 વધી રૂ.5,675 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.186ના ભાવે ખૂલી, રૂ..30 ઘટી રૂ.185.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.9 ઘટી
197.1 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.14.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,280 અને નીચામાં
રૂ.61,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.61,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 ઘટી રૂ.989.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,644.10 કરોડનાં
6,123.130 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,260.84 કરોડનાં 327.729 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.990.24 કરોડનાં 17,52,020 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.681.11 કરોડનાં 3,61,91,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.176.41 કરોડનાં 8,656 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.27.26 કરોડનાં 1,486 ટન તાંબાના વાયદાઓમાં રૂ.960.30 કરોડનાં 12,630 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.325.39 કરોડનાં 12,686 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.48 કરોડનાં 1,056 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.42 કરોડનાં 84.24
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,826.986 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 694.829 ટન, તાંબાના વાયદાઓમાં 11,945 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 25,295 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,740 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,705 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,40,010 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,60,25,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
12,672 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 371.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.23.53 કરોડનાં 293 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 641 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 16,113
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,145 અને નીચામાં 15,994 બોલાઈ, 151 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી
16,047 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.12560.42 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2765.16 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.279.23 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7520.55 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1992.61
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.350.40 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.187.10 અને નીચામાં
રૂ.150.10ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29.90 વધી રૂ.172.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ
રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ખૂલી, ઉપરમાં રૂ.7 અને નીચામાં
રૂ.1.55 રહી, અંતે રૂ.0.25 ઘટી રૂ.6.05 થયો હતો.
સોનું માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.510 અને નીચામાં રૂ.252.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.113.50 ઘટી
રૂ.310.50 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.420 ખૂલી, ઊપરમાં રૂ.502 અને નીચામાં રૂ.250.50 રહી, અંતે રૂ.109.50 ઘટી રૂ.311 થયો હતો.

ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,706.50ના ભાવે ખૂલી, રૂ.48
વધી રૂ.1,740.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,510ના ભાવે ખૂલી, રૂ.59 વધી રૂ.1,598 થયો હતો. તાંબુ માર્ચ રૂ.760 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.68 વધી રૂ.5.03 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.290ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.291.30 અને નીચામાં રૂ.209ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.75.30 ઘટી રૂ.235.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.95 ખૂલી, ઉપરમાં રૂ.7.05 અને નીચામાં રૂ.5.15 રહી, અંતે રૂ.0.10
વધી રૂ.6.05 થયો હતો.
સોનું માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.125ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.188 અને નીચામાં રૂ.89.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.50 વધી રૂ.147
થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.141.50
ખૂલી, ઊપરમાં રૂ.239 અને નીચામાં રૂ.116.50 રહી, અંતે રૂ.20 વધી રૂ.196 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,655ના ભાવે ખૂલી, રૂ.91 ઘટી
રૂ.1,680 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,512ના
ભાવે ખૂલી, રૂ.28.50 વધી રૂ.1,623 થયો હતો. તાંબુ માર્ચ રૂ.755 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.5.96 ઘટી રૂ.2.10 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *