Gujarat

સ્વાગત કાર્યક્રમમાં વીજ જોડાણ મળવાની ખાતરી મળતા વંથલીના સુલેમાનભાઈ વાજાના મુખ પર રેલાયું સ્મિત

વંથલીના સુલેમાનભાઈ વાજાને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કૃષિ માટેનું વીજ જોડાણ મળવાની ખાતરી મળતા તેમના મુખ પર એક સંતોષના ભાવ સાથે હરખનું સ્મિત રેલાયું હતું

સુલેમાનભાઈ વાજા કહે છે કે, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસીએ દ્વારા વીજ જોડાણ મળવાની ખાતરી મળી છે. તેનો આનંદ અને સંતોષ વ્યક્ત કરતા શ્રી વાજાએ કલેકટરશ્રી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમના સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થવાથી જન સામાન્યના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં લોકોના પ્રશ્નોને ઝડપભેર ઉકેલવામાં આવી રહ્યા છે.

sulemanbhai-vaza.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *