જીતુ ઉપાધ્યાય હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામની સરકારી માધ્યમિક શાળાની ધોરણ નવમાં અભ્યાસ કરતી સરસ્વતી બા ઝાલા છેલ્લા કેટલાય સમયથી શરીરનો એક ભાગ લકવા ગ્રસ્ત બીમારીથી પીડિત છે અને તેમના પિતા એક સામાન્ય ખેડૂત છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત જાન્યુઆરી માં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલ જુનિયર સબ જુનિયર પેરા નેશનલ ઓલમ્પિકમાં ૨૩ રાજ્યોના ૩૨૫ થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો જેમાં ૧૨ રમતો હતી તેમાં જુનિયર સ્પર્ધામાં અંડર ૧૭ માં ૧૦૦ મીટર દોડમાં સરસ્વતી બા ઝાલાએ હિંમતથી પ્રદર્શન કરીને રાજ્યમાં પ્રથમ નંબર લાવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતને તામ્ર પદક અપાવ્યું છે વધુમાં જાણવા મળે છે કે જિલ્લાના દિવ્યાંગ બાળકો નાવિશેષ વિકાસ માટે અંધજન મંડળ ઈડર દ્વારા જિલ્લાની અનેક શાળાઓમાં ૩૯ શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે જ્યારે સરસ્વતી બા ના પિતા જણાવે છે કે તે તેમની ચોથા નંબરની દીકરી છે ગામમાં થોડીક જમીન છે ખેતી કરે છે અને પોતા છ સંતાનોને ખૂબ જ મહેનત કરી ભણાવે છે તેમને વધુમાં જણાવ્યું કે મારી દીકરી એ રાજ્ય માટે પદક મેળવ્યો છે તેમ ભવિષ્યમાં દેશ માટે પણ મેડલ મેળવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે શાળાના આચાર્ય જણાવે છે કે ૨૩ રાજ્યોના દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પોતાના ગુજરાત રાજ્ય માટે નંબર મેળવવા ખૂબ જ મહેનત કરી હતી જે દાદ માંગી લે છે તેમણે ગામ જિલ્લા સહિત રાજ્યનું નામ દેશમાં ગૌરવ વધાર્યું છે જે હોય તે પણ ધન્ય છે ગામડાની સરકારી સ્કૂલમાં ભણતી સરસ્વતી બાને એક સલામ કરવાનું મન થાય છે.
