રાજ્યમાં આવતી કાલ તારીખ 14 મી માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા નો પ્રારંભ થનાર છે,આ વર્ષે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પણ કોવિડ સમયે મળેલ માસ પ્રમોશનને લઈ પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપનાર છે,ત્યારે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની..તો છોટાઉદેપુર શિક્ષણ વિભાગ અને પરીક્ષા સમિતિ દ્વારા પરીક્ષા લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે,જિલ્લામાં આ વર્ષે ધોરણ 10ના 15799 વિદ્યાર્થીઓ જ્યારે 8638 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની અને 1368 વિદ્યાર્થીઓ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપવા માટે નામાંકિત થયેલ છે,જિલ્લામાં SSC માટે 17 કેન્દ્ર ઉપર 47 પરીક્ષા સ્થળે 503 બ્લોક ફાળવવામાં આવ્યા છે,તો 12 સામાન્ય પ્રવાહ માટે 9 કેન્દ્ર ઉપર 28 પરીક્ષા સ્થળે 286 બ્લોક અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લામાં માત્ર 2 પરીક્ષા કેન્દ્ર ઉપર 7 પરીક્ષા સ્થળે 75 બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી છે.કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પ્રત્યેક પરીક્ષા ખંડ ને CCTV થી સજ્જ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક નિર્ભય પણે પરીક્ષા આપી શકે તે માટેની તમામ ભૌતિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે,પરીક્ષાના સંચાલન અને વ્યવસ્થા માટે વર્ગ 1 થી લઈ વર્ગ 4 સુધીના કુલ 1700 અધિકારીઓ અને કર્મચારીઓ ની નિયુક્તિ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણી એ શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
|
ReplyForward
|
