Gujarat

શિક્ષણમંત્રીના હસ્તે કરાવાયો ૧૭૪ બાળકોને શાળા પ્રવેશ   

સમગ્ર રાજયમાં શ્રેણીબદ્ધ રીતે યોજાઇ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરના હસ્તે ૧૭૪ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

 રાજયમાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લાભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના બીજા દિવસે રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ મુકામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
 શિક્ષણમંત્રી અને તેમની સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ રાયસા પ્રાથમિક શાળા ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં ૦૮ અને ધો. ૧માં ૦૯ બાળકોને, સિંહાદા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં ૮૬, આંગણવાડીમાં ૧૨ અને ધો. ૧માં ૦૭ બાળકોને અને પાનવડ ખાતે આયોજીત કાર્યક્રમમાં બાલવાટિકામાં ૨૬, આંગણવાડીમાં ૧૬ અને ધો. ૧માં ૧૦ બાળકો મળી કુલ ૧૭૪ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે સાથે………………..
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી કુબરેભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં હકડેઠઠ્ઠ જનમેદની વચ્ચે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી બાળકોનું પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાને આર્થિક રીતે મદદ કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
એડમિશન માટે રાવ લઇને આવેલ વિદ્યાર્થીનીનું તાત્કાલિક એડમિશન કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
મંત્રીએ રાયસા ખાતે કેક આપી નવાંતુક વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
મંત્રીએ રસોડાની મુલાકાત લઇ મધ્યાન ભોજનની ગુણવત્તા ચકાસી હતી.
મંત્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

13-06-2023_-shala-pravesotsav-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *