Gujarat

એક તરફ બીપરજોય વાવાઝોડા ની દેહસત  બીજી તરફ બોડેલીમાં વાતાવરણમાં પલટો બોડેલી પંથકમાં વરસાદી ઝાપટા 

સંભવિત વાવાઝોડાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર  લોકોને સાવધાન રહેવા અપીલ
બીપરજોય વાવાઝોડા ની અસર બોડેલી તાલુકા માં  જોવા મળી આજે બપોરે 04:00 વાગ્યાના સમય પર અતાર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બોડેલી પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા
  હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીપર જોઈ વાવાઝોડું જાણે ઓધાણી આપતું હોય તેમ અચાનક બોડેલી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને  પવન સાથે વરસાદ વરસ્યો હતો. બોડેલી તાલુકા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ના સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહીના પગલે આજે એકાએક બોડેલી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા   સાથે વરસાદ વરસ્યો હતો.  ત્યારે આવનારા દિવસોમાં શું સ્થિતિ હશે તે જોવું રહ્યું જિલ્લા તંત્ર તરફથી વાવાઝોડા થી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230613-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *