બિપરજોઈ વાવાઝોડાના પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
માંગરોળ અને માળીયાહાટીના આરોગ્ય વિભાગ દ્વારા શેલ્ટર હોમમાં નાગરિકોની મેડિકલ તપાસણી, તેમજ સગર્ભા, વૃદ્ધોના આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. માંગરોળ અને માળીયાહાટીના તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ૬૦ વર્ષથી વધુ ધરાવતા નાગરિકોને ડાયાબિટીસ, બી પી, જેવા રોગોનું ચેકઅપ, જે સગર્ભાઓને ટૂંક સમયમાં ડીલેવરીની તારીખ છે તેઓને સલામત સ્થળે શિફ્ટિંગ કરવા, તેમજ સગર્ભાઓને ડીલેવરીની હજી વાર છે તેમને આઈડેન્ટીફાઈ કરી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત સંપર્કમાં હોવાનું જણાવ્યુ હતુ.
