જામનગર જિલ્લામાં ભારે વરસાદ થવાના લીધે જિલ્લાના ડેમ અને સિંચાઈ યોજનાઓમાં
ઓવરફ્લો થયેલ છે. આ તમામ સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા- ફરવા માટે આવતા હોય અને ડેમ, જળાશય કે નદી કાંઠે
સેલ્ફી લેવા જતા સમયે દુર્ઘટના થતી હોય છે. તેથી આ સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે ડેમ, જળાશય કે
નદી કાંઠા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
તેથી, આગામી તા. 31 ઓગસ્ટ સુધી જામનગર જિલ્લાના તમામ મહત્વના ડેમ/ સિંચાઈ યોજનાઓ/ જળાશય/ નદી કાંઠા પર
સેલ્ફી લેવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત
જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનારી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 ની જોગવાઈ મુજબ શિક્ષાને
પાત્ર થશે. તેમજ, ડેમનો હવાલો ધરાવતા કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા લોકોને સહેલાઈથી જાણ થાય અને જોઈ શકાય તે રીતે
'નો- સેલ્ફી ઝોન' ના બોર્ડ મુકાવવાના રહેશે.
