જિલ્લા માહિતી કચેરીના વડા નાયબ માહિતી નિયામક શ્રી એન.એમ. મહેતા અધ્યક્ષતામાં જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રી ભાલચંદ્ર વિંઝુડાને સાલ ઓઢાડી અને શ્રીફળ અને પળો અર્પણ કરી, બઢતી માટે અભિનંદન તથા સહાયક અધિક્ષક તરીકેની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી એન.એમ.મહેતાએ શ્રી ભાલચંદ્ર વિંઝુડાની જિલ્લા માહિતી કચેરીમાં આશરે ૧૨ વર્ષની સુદીર્ઘ સેવાઓની નોંધ લીધી હતી અને તેમની સાથેના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે શ્રી વિંઝુડાની કાર્ય નિષ્ઠા પ્રેરણાદાયી ગણાવતા કહ્યું કે, સમર્પિત ભાવ સાથે કામ કર્યું છે, તેઓની વહીવટી સુજબુજ સાથે કાર્ય કુશળતાની ખોટ તો પડવાની છે. તેમ જણાવતા શ્રી વિંઝુડાને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈન્ચાર્જ સિનિયર સબ એડિટર ક્રિષ્નાબેન સિસોદિયાએ વહીવટી કુશળતાઓની પ્રશંસા કરી હતી અને કોઈપણ વહીવટી મુશ્કેલીઓ કે, કચેરીની અન્ય મુશ્કેલીઓ નિવારવા અને મદદ હંમેશા તૈયાર હોય છે. આમ, એક સાથી કર્મચારીની સાથે પરિવારના સભ્યની જેમ તેમની કામગીરી રહી છે.
આ તકે ફીલ્મ ઓપરેટર અને કેમેરામેન શ્રી અશ્વિન પટેલે શ્રી ભાલચંદ્ર વિંઝુડાની કાર્ય કુશળતાની સરાહના કરી હતી અને તેમની સાથેના સેવાકાળ દરમિયાનના અનુભવોનો પણ સઆનંદ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સમગ્ર વિદાય સમારોહનું પણ સુપેરે સંચાલન કર્યું હતું.
જિલ્લા માહિતી કચેરીના કર્મચારીગણ સર્વશ્રી રોહિત ઉસદડ, તુષારદાન ગઢવી, સરમણ ભજગોતર, રાહુલ હેરભા, ચંદુભાઈ સોલંકી, પંકજભાઈ બરેજા પ્રસંગોચિત પ્રતિભાવ આપ્યા હતા. ઉપરાંત શ્રી ડી. આર. વાજા, રુકસાનાબેન કુરેશી, શ્રી પુનિત ગોહેલ અને શ્રી મનોહરભાઈ નેભનાણીએ શ્રી ભાલચંદ્ર વિંઝુડાને શુભેચ્છા સહ અભિનંદન આપ્યા હતા.

