જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ-ખેડા માં SPIC MACAY દ્વારા સંગીતનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ વસીમ અહમદ ખાન તથા તેમનાં સાથી કલાકારો સાથે મળીને વિધાર્થીઓને શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો. આ કાર્યક્રમમાં વિધાલય ના સમસ્ત કર્મચારીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાંઉ મુખ્ય અતિથિ તરીકે રાજેશભાઈ દવે તથા અતિથિ વિશેષ તરીકે મકસુદભાઈ કારીગરે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન અંગ્રેજી વિષયના અધ્યાપક હિતેશકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત અતિથિઓ તથા શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ વસીમ અહેમદ ખાન, તબલાવાદક પંડિત સંજોય અધિકારી તથા હાર્મોનિયમ વાદક પંડિત ધ્વયપાયન રોય નું સ્વાગત આચાર્ય તથા ઉપ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત ની રજૂઆત કરવામાં આવી. જેના બાદ શાળાના આચાર્ય અનિલ કાંબલે દ્વારા પ્રIસંગિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાલયના ઉપ આચાર્ય દીપેન્દ્ર ઉપાધ્યાય દ્વારા સ્પીક મેકે પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાલયના શિક્ષક અતુલકુમાર મિશ્રા દ્વારા આવેલ શાસ્ત્રીય ગાયક તથા તેમના સાથી મિત્રોનો પરિચય કરાવવામાં આવ્યો. અંતે વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય સંગીત વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. સૌથી છેલ્લે શાળાના ઉપાચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાલયની સંગીત શિક્ષિકા કુમારી સંગીતા સેન દ્વારા કરવામાં આવ્યું હતું.

