Gujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સંયુક્ત ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સ્વાતંત્ર પર્વ નિમિત્તે એક સંયુક્ત ધ્વજ વંદન કાર્યક્રમનું જે.વી.મોદી હાઈસ્કૂલના મેદાનમાં આયોજન થયેલ હતું.
ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ માન. શ્રી મહેશભાઈ કસવાલા (ધારાસભ્ય શ્રી, સાવરકુંડલા/ લીલીયા મતવિસ્તાર)ના વરદ હસ્તે કોલેજના એનસીસીના કેડેટ્સ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે ધ્વજ વંદન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સુરેશભાઈ પાનસુરીયા(ઉપાધ્યક્ષ -અમરેલી જિલ્લા ભાજપ )માન.શ્રી મનીષભાઈ માંગરોળીયા (ખોડલધામ ટ્રસ્ટી, અગ્રણી ઉદ્યોગપતિ , ભૂતપૂર્વ વિદ્યાર્થી) તથા મૂળ સાવરકુંડલાના લીખાળાના વતની અને હાલ અમેરિકા શ્રી મહેન્દ્રભાઈ રાદડિયા તેમજ નૂતન કેળવણી મંડળના શ્રી જયંતીભાઈ વાટલીયા (મેનેજિંગ ટ્રસ્ટી), શ્રી મુકુંદભાઈ નાગ્રેચા (ઉપપ્રમુખ) શ્રી કનુભાઈ ગેડીયા (ટ્રસ્ટી),શ્રી ડો.જે.બી.વડેરા (ટ્રસ્ટી), શ્રી વિનુભાઈ રાવલ(ટ્રસ્ટી),કારોબારી સભ્યશ્રી જનકભાઈ ઉપાધ્યાય તથા શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન કાર્યક્રમ બાદ નૂતન કેળવણી મંડળ સંચાલિત શાળા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ જુદી જુદી દેશભક્તિ અંગેની કૃતિઓ રજૂ કરેલ . સ્વાતંત્ર પર્વના આ કાર્યક્રમમાં ૩૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓને માન. શ્રી મનીષભાઈ માંગરોળીયા દ્વારા ₹10 ની ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાણકીયા કોલેજના પ્રિન્સિ.ડો.એસ.સી.રવિયા  દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના આયોજન અને કાર્યક્રમની સફળતા માટે તમામ શાળા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડી.એલ.ચાવડા સાહેબ,ખડદિયા સાહેબ, ગૌરાંગભાઈ જોશી,ઇન્ચાર્જ પ્રિન્સીપાલ જાની સાહેબ તથા સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

IMG-20230819-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *