*સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નો ઉત્સાહ જોવા મળ્યો*
ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા અંતરીયાળ આદિવાસી વિસ્તાર એવા વિરમપુર વિસ્તારના વિદ્યાર્થીઓની ચિંતા કરી વિરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નમો લાયબ્રેરી બનાવવામાં આવી છે જેનુ ઉદધાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, એપીએમસી ચેરમેન મોતીભાઈ દેસાઈ, અગ્રણી સ્વરૂપાજી દેસાઈ, જિલ્લા આદિજાતી મોર્ચા મહામંત્રી લાડુભાઈ ભગોરા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ લલિતભાઈ મોદી, હિંમતસિંહ ધ્રાંગી, ભુપેન્દ્રભાઈ મોદી, લક્ષમણસિંહ ડાભી, સરપંચઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતીમાં દાંતા-અમીરગઢ વિસ્તારની સતત ચિંતા કરતા લોકસેવક ડો હેમરાજ રાણા સાહેબ હાજર રહ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતુ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


