મકસુદ કારીગર,કઠલાલ
તા :16/07/23 ને રવિવાર ના રોજ બોરસદ તાલુકાના અમિયાદ ખાતે વંચિત વિકાસ સંગઠન બોરસદની મિટિંગ મળી હતી જેમાં સંગઠનની કામગીરી, આગળનું આયોજન અને ગામડાઓના પ્રશ્નોના સમાધાન માટે રૂપરેખા ઘડાઈ હતી.
આ મિટિંગમાં આશાદીપ સંસ્થાના હસમુખભાઈ દ્વારા સંગઠનના હોદેદારોને જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી અને આગેવાનોને તેમના ગામના પડતર પ્રશ્નો આવનાર મિટિંગમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. પ્રસ્તુત મિટિંગમાં બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો જેમાં 33 બહેનો અને 38 ભાઈઓ એમ મળીને કુલ 71 જેટલા આગેવાનો સહભાગી થયા હતા. મિટિંગનું સફળ આયોજન વંચિત વિકાસ સંગઠન બોરસદના હોદેદારો, આશાદીપનો સ્ટાફ તથા અમિયાદ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતું.


