Gujarat

રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિતે  મેઘાણી કથાનો કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
મુ. લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા શ્રી.વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે  તારીખ. ૨૮-૦૮-૨૦૨૩,સોમવારના રોજ તેમના જીવન-કથન સાહિત્ય પર આધારિત મેઘાણી કથાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ.
———————————————————————
આ કાર્યક્રમના પ્રારંભમાં શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર/ઘેલાણી,મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ વાટલીયા, કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી શાંતિભાઈ રાણીંગા (નિવૃત પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ, આકાશવાણી રેડિયો – રાજકોટ),પ્રતાપભાઈ ખુમાણ (શ્રી સનરાઈઝ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી),શ્રી ઇન્દુબેન ભરતભાઈ શાહ,કુ.અવનીબેન શાહ (ઘેલાણી પરિવાર), પ્રો.ડી.એલ.ચાવડા પ્રિન્સીપાલશ્રી (ઘેલાણી મહિલા કોલેજ) દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ઉપસ્થિત તમામ મહેમાનોનું  પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.
આ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી શાંતિભાઈ રાણીંગાએ ઝવેરચંદ મેઘાણીના જીવન – કવન – સાહિત્ય પર પોતાનું મનનીય વ્યાખ્યાન ખૂબ જ રસપદ શૈલીમાં આપ્યું હતું  તથા ઝવેરચંદ મેઘાણી રચનાઓનું રસપાન કરાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીની સાહિત્યયાત્રા અને તેમના જીવનની મહત્વની ઘટનાઓ પર તેમણે વિદ્યાર્થીઓને રસપડે તે રીતે પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો તથા વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીત વૃંદ  સાથે મેઘાણીજીની રચનાઓ અલ્ટ્રા સાઉન્ડ સીસ્ટમ સાથે રજુ કરેલ તેમજ કાર્યક્રમના અંતે સમૂહ ગરબાનું આયોજન કરેલ જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને આનદ-ઉલ્લાસથી ભરેલો બનાવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાણકીયા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા  દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના આયોજન અને કાર્યક્રમની સફળતા માટે  બંને કોલેજના સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવેલ.

IMG-20230828-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *