કચ્છ
સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી બિપરજાેય વાવાઝોડું પસાર થઈ ગયું છે. આ દરમિયાન કચ્છથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. પોલીસ જવાનનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જાેશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


