હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
પ્રાચી પ્રાથમિક શાળામાં તા. 11 ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવન નું આયોજન કરાયું હતું જેમાં બાલવાટિકા અને ધોરણ-એક માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને દાતા દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટ માં આવેલ વિદ્યાર્થીનું પણ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે વી. એન. કરગથા કાર્યપાલક એન્જિનિયર પીજીવીસીએલ તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાયોડાયૅવસીટીના ચેરમેન રાજવીર સિંહ ઝાલા અને લાયજન અધીકાર ગૌરવભાઈ મહેતા તેમજ વાલીગણ, સમગ્ર શાળા સ્ટાફ તેમજ અન્ય આગેવાનો ની હાજરીમાં આ કાર્યક્રમ ઉત્સાહ ઉમંગથી ઉજવાયો હતો.


