Gujarat

તારાપુર તાલુકાની વલ્લી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી માતૃ સંમેલન યોજાયું

તારાપુર તાલુકાની વલ્લી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી માતૃ સંમેલન યોજાયું

***
મહિલાઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બેગલેસ ડે વિશે સમજાવવામાં આવ્યા
***
તા.૧૪-૦૭-૨૩નાં રોજ તારાપુર તાલુકાની વલ્લી પ્રાથમિક શાળામાં બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે માતૃવાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ ચાંદલા, ફૂલ અને નૃત્યથી માતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શાળા પરિવાર તરફથી માતાઓને વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભૌતિક સુવિધાઓથી અને શિક્ષણકાર્યથી માહિતગાર કરવામાં આવ્યા હતા. મહિલાઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બેગલેસ ડે વિશે સમજાવવામાં આવ્યા હતા.
જવાહર નવોદય અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓના મહત્વ વિશે તેમજ શાળામાં કરવામાં આવતા રસીકરણ વિશેની ખોટી માન્યતા દૂર થાય અને સમગ્ર બાળકોનું રસીકરણ થાય તે માટે સમજાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને માતાઓએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને બાળકોના હિતમાં આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓની માતાઓએ હાજરી આપી હતી.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *