Gujarat

મહેમદાવાદ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા “શ્રી અન્ન” મિલેટ્ર્સ વાનગી સ્પર્ધા યોજાઈ

મહેમદાવાદ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા “શ્રી અન્ન” મિલેટ્ર્સ વાનગી સ્પર્ધા યોજાઈ
***
વિજેતાઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવ્યા
***
મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરીમાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા “શ્રી અન્ન” મિલેટ્ર્સ વાનગી સ્પર્ધા તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ યોજાઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ને મિલેટ્રસ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે.
જે અંતર્ગત આજ રોજ મહેમદાવાદ તાલુકા પ્ંચાયત કચેરીમાં મહેમદાવાદ ઘટક ૧ અને ૨ ના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ માંથી બનતી અલગ-અલગ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી.
મહેમાનશ્રીઓ દ્વારા તમામ વાનગીઓનું પોષણ મૂલ્ય, સ્વાદ, દેખાવના આધારે પ્રથમ, દ્વિતીય, તૃતીય, નંબર આપવામાં આવ્યા હતા અને વિજેતાઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી દ્વારા પ્રોત્સાહનના ભાગરૂપે ચોપડા આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં મહેમદાવાદ વિધાનસભાના પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી તેમજ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ, પ્રાંત અધિકારીશ્રી બોડાણા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી મનિષાબેન બારોટ, જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી દિપ્તીબેન ભટ્ટ, આરોગ્ય વિભાગમાંથી શ્રી માયાવંશીબેન, તેમજ આઇ.સી.ડી.એસ.મહેમદાવાદ ઘટક-૧ અને ૨ નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *