લીલીયા તાલુકા ના વાઘણિયા પ્રાથમિક શાળા ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વાઘણિયા ગામના સરપંચ બાલાભાઈ પડસારીયા ના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો . ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં દાતાશ્રીઓ દ્વારા શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ર૦૨૨-૨૩ના વર્ષના શ્રેષ્ઠ વિધાર્થી તરીકે શેલાર નિયતિ અશોકભાઈ ને શાળા પરીવાર તરફથી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે શાળાના શ્રેષ્ઠ શિક્ષક વિપુલભાઈ કોટડીયાને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી વાતાવરણને દેશભક્તિમય બનાવી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા .કાર્યક્રમને દીપાવવા માટે મેહુલભાઈ સોજીત્રા અને ભરતભાઈ શિંગાળા ખાસ સુરતથી વતનમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી .આ તકે ભરતભાઈ શેલડીયા,વિજયબાપુ અગ્રાવત, યોગેશભાઈ શેલડીયા, ચેતનભાઈ દેલવાડીયા, બટુકભાઈ દેલવાડીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મનસુખલાલ મેવાડા, મનિષાબેન ચત્રોલા, પૂર્વીબેન ધામત, મંજુલાબેન નારીયા, વિપુલભાઈ કોટડીયા, ભરતભાઈ પરમાર વગેરે દ્વારા જહેમત ઉઠાવી હતી તેમ ઇમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

