Gujarat

ડુંગરભીત થી કુંડલ જવાના માર્ગ પર આવેલ છલીયા નાળા પર થઈ નદીના પાણી ઉપર આવતા આશરે 15 જેટલા ગ્રામજનોને મુશ્કેલી  

ડુંગરોની વચ્ચે આવેલા આ માર્ગ પરનો કોઝ વે ડીપમાં હોવાને કારણે થોડા વરસાદમાં જ ડૂબી જાય છે. આ સાથેની તસવીરમાં જે દ્રશ્યો નજરે પડ્યા છે તે આજના સામાન્ય વરસાદ સાથે જ સર્જાયેલી સ્થિતિના છે. સ્થાનિક આદિવાસી નાગરિકો તેમ જ આ વિસ્તારના 15 જેટલા ગામો ના લોકોનો વ્યવહાર આ માર્ગ પરથી શક્ય બને છે. આ છલીયા પરથી લોકો પગપાળા તેમજ બાઈક અન્ય વાહનો લઇ પસાર થાય છે. સપરિવાર બાળકો સાથે પગપાળા જ્યારે છલીયા પરથી પાણી વહેતું હોય ત્યારે પણ ઉતાવળે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જવાની લ્હાયમાં લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
     ગામના યુવા કાર્યકર્તા  જણાવે છે કે, અત્રેથી એસ.ટી. બસ પણ નીકળે છે ત્યારે જોવા જેવી પરિસ્થિતિ સર્જાય છે.બસમાં પેસેન્જર ખીચો ખીચ ભરેલા હોય છે અને આ છલિયા પર ખાડા પડેલા હોઇ બસ અને અન્ય વાહનો અત્યંત જોખમ સાથે નીકળે છે. આ દુર્દશામાંથી સ્થાનિક લોકોને બહાર કાઢવા અત્રે બ્રિજ બનાવવો ખૂબ જ જરૂરી છે. બ્રિજ ન બને ત્યાં સુધી આ છલિયાને રિપેર કરવા, તેમાં પડેલા ખાડાને તાત્કાલિક રીપેર કરી વાહન વ્યવહારને લાયક બનાવવા સ્થાનિક નાગરિકોની માંગ છે.
ડુંગરભીત થી કુંડલ જવાના માર્ગ પર આવેલ છલીયા નાળા પર થઈ નદીના પાણી ઉપર આવતા આશરે 15 જેટલા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે
બોક્સ
છલીયા પર પડેલા ખાડા પાણીને લીધે ન દેખાતા અનેક લોકો ગબડી પડે છે
આ છલીયા પર ઠેર ઠેર ખાડા પડેલા છે.જેનું રીપેરીંગ કરવું જરૂરી છે.અહીં નદીમાં પાણી આવેલું હોય ત્યારે ચાલતા છલીયું ક્રોસ કરવા જતાં લોકોને પાણીને લીધે ખાડા દેખાતા હોતા નથી જેને લીધે તેઓ પડી જાય છે.બાઇક ચાલકો પણ સમતુલા ખોઈ બેસતા ગોથું ખાઇને પડી જવાના પ્રસંગો બની રહ્યા છે.
ડુંગરભીત થી કુંડલ જવાના માર્ગ પર આવેલ છલીયા નાળા પર થઈ નદીના પાણી ઉપર આવતા આશરે 15 જેટલા ગ્રામજનોને મુશ્કેલી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230716-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *