મકસુદ કારીગર,કઠલાલ
મહુધા નડિયાદ રોડ પર ભૂલી ભવાની પાટીયા નજીક રસ્તા પર ઝાડ પડી ગયો હોવાને કારણે ટ્રક ડ્રાઈવરે રોગ સાઈડથી નીકળવાનો પ્રયત્ન કરતા સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે આ બનાવમાં ટ્રકના ક્લીનર એટલે કે કંડકટર ને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
મહુધા બાજુથી ઉદેપુરથી ટાઈલ્સ બનાવવાનો સામાન ભરીને સુરત તરફ ટ્રક જઈ રહી હતી. જ્યારે બીજી તરફ વડોદરા તરફથી આવતી ટ્રકને ભૂલી ભવાની પાટીયા નજીક એક ઝાડ પડી ગયો હોવાને કારણે અડધો રોડ ઢંકાઈ જતા ટ્રક ડ્રાઈવરે રોગ સાઈડથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઉદેપુર તરફથી આવતી ટ્રકની સામે અચાનક વડોદરા તરફથી ટ્રક આવી જતા એકબીજાથી બચવા જવામાં બન્ને ટ્રકો એકબીજાની સાઈડમાં ભટકાઈ હતી. જોકે સદનસીબે ટ્રકના બન્ને ડ્રાઈવરને કોઈ હાનિ પહોંચી ન હતી. જોકે બન્ને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી અકસ્માત પગલે મહુધા પોલીસ ધટના સ્થળે પહોંચી ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એચ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસ અને મહુધા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે હેતુથી ટ્રાફિક ની કામગીરી કરવામાં આવી હતી.


