Gujarat

ભાવનગરના શિહોરમાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીના રૂ. ૧ કરોડની લૂંટ

ભાવનગર
ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. ૧ કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઢસાથી બાઇક લઈને આર.મહેન્દ્ર નામની આંગડિયા પેઢીના બે કર્મીઓ શિહોર આવી રહ્યા હતા. આ દરમિયાન શિહોર બસ સ્ટેન્ડ નજીક લૂંટારૂઓએ એક કર્મીનું અપહરણ કરીને કર્મીઓનું બાઇક લઇને ફરાર થયા હતા. રોકડ અને હીરા સહિત અંદાજીત એક કરોડની લૂંટનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ફરાર થયેલી બાઇક ચોગઠ નજીકથી મળી આવી છે. ભાવનગર ર્જીંય્, ન્ઝ્રમ્ સહિતના પોલીસ કાફલાએ લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *