સરકારશ્રી દ્વારા પશુપાલન ખાતાની પશુપાલકો માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાંથી પશુઓને સલામત સ્થળે ખસેડવા મોટા વૃક્ષો નીચે પશુઓને ન બાંધવા, ઇલેક્ટ્રીક પોલની બાજુમાં ઈલેક્ટ્રિક લાઈનની નીચે પશુઓને ન બાંધવા સહિતની બાબતોની જાણ કરવામાં આવી છે. વધુમાં વિચરતા પશુઓના માલિકોને તેમના પશુઓને લોકેટ કરી શકે તે માટે વાવાઝોડાની તીવ્રતાથી વાકેફ પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામગીરી જુનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયા, જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના માર્ગદર્શન અને સૂચના મુજબ કામગીરી થતી હોવાનું જાણવા મળ્યું છે.
