Gujarat

આશાદીપ દ્વારા ઠાસરાના પાંચ ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ

પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનના ભાગરૂપે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 07/07/2023ના રોજ ઠાસરા તાલુકાના અકલાચા, હરખોલ, નેશ, રખિયાલ, જાખેડ જેવા ગામોમાં પડતર જગ્યા, કબ્રસ્તાન અને પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્ય માટે પર્યાવરણની ફિકર દાખવીને આગરવા નર્સરીના શ્રી અનિલભાઈ પટેલ સાહેબે 250 જેટલા રોપાઓ નિઃશુલ્કમાં આપ્યા હતા. આજના આ કાર્યક્રમમાં સામુદાયિક આગેવાનો, આશાદીપનો સ્ટાફ તેમજ જાખેડ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ જોડાયો હતો.

IMG-20230707-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *