કચ્છ
ગુજરાત છ્જીની કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. કચ્છ મ્જીહ્લના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો.પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત છ્જીએ કર્યો છે. પાકિસ્તાન ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવીને કઇક કરવાની ફિરાકમાં હતુ. આ માટે પાકિસ્તાને એક વ્યક્તિને હાથો બનાવ્યો હતો. પાકિસ્તાન પોતાના એક હેન્ડલર દ્વારા ગુજરાતના મ્જીહ્લના એક યુનિટમાં કામ કરતા વ્યક્તિ પાસેથી માહિતી મગાવતુ હતુ. જાે કે મ્જીહ્લની એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતો વ્યક્તિ પાકિસ્તાન સુધી ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હોવાની જાણ ગુજરાત છ્જીને મળી હતી. માહિતી મળતા જ ગુજરાત છ્જીએ કચ્છમાં આવેલા મ્જીહ્લ યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા યુવાનને ઝડપી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પટાવાળા નિલેશે માહિતીના બદલામાં ૨૫ હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. નિલેશ નામના વ્યક્તિની ધરપકડ કરી છ્જીએ વધુ તપાસ શરૂ કરી છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


