Gujarat

જામનગરમાં આજથી બજરંગદળનું ભરતી અભિયાન : જન્માષ્ટમીએ ત્રિશૂળદીક્ષા અપાશે

જામનગરમાં આજથી બજરંગદળનું ભરતી અભિયાન : જન્માષ્ટમીએ ત્રિશૂળદીક્ષા અપાશે

 

જામનગર :
વિશ્વ હિન્દુ પરિષદની યુવા શક્તિ માટે યુવાનોનું સંગઠન બજરંગ દળ સેવા સુરક્ષા અને સંસ્કારના પદ ચિન્હોથી ચાલી રહ્યું છે. જેમાં દેશભરમાં વસતા હિન્દુ યુવાનો ત્રિશુલ દીક્ષા લઈ ધર્મ કાજે જોડાઈ રહ્યા છે. જામનગરમાં પણ આગામી જન્માષ્ટમી પૂર્વે બજરંગ દળ દ્વારા ખાસ પ્રથમ શ્રાવણી સોમવારથી 10 દિવસ માટેનું ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને જામનગર મહાનગરમાં પ્રખંડ દીઠ બજરંગ દળ દ્વારા વેગવંતુ બનાવી વધુને વધુ યુવકોને બજરંગ દળ માં જોડવામાં આવનાર છે.

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે પ્રથમ શ્રાવણી સોમવારે છોટીકાશી ગણાતા જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા રાજાશાહી વખતના સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો ખાતેથી બજરંગ દળ દ્વારા યુવાનોને હિંદુ ધર્મ અને દેશ સેવા કાજે સંગઠનમાં જોડવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં તારીખ 21, ઓગસ્ટ, 2023 થી આગામી 31 ઓગસ્ટ સુધી જામનગર મહાનગરમાં વસતા હિન્દુ યુવકોને બજરંગ દળમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસે જન્માષ્ટમી નિમિત્તે પ્રશ્ન પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિરથી નીકળતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે સવારે બજરંગ દળ માં જોડાયેલા નવ યુવાનોને શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ ઉપરાંત ઉપસ્થિત સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિશુલ દીક્ષા આપવામાં માટે ખાસ આયોજન કરાયું છે.

જામનગર શહેરમાં વસતા હિન્દુ ધર્મપ્રેમી યુવકોને બજરંગ દળ માં જોડાવા માટે બજરંગ દળ મહાનગરના સંયોજક હિરેનભાઈ ગંઢા – 9723192828, સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા – 6355883055, ધ્રુમિલભાઈ લંબાટે – 7435805632, જીલભાઈ બારાઇ -7878600009 ઉપરાંત બજરંગ દળના પ્રખંડ સંયોજક અને વિવિધ આયમના સંયોજકોનો સંપર્ક કરવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર કિંજલ કલસરિયા

IMG-20230821-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *