Gujarat

મહુધા ધારાસભ્યની અધ્યક્ષતામાં લાભાર્થી સંમેલન કાર્યક્રમયોજાયો.  

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાસુશાસનના ૯ વર્ષની ઉપલબ્ધિઓને જન જન સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા જનસંપર્ક ચાલી રહ્યું છે. તે અંતર્ગત મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓની વિશેષ ઉપસ્થિતિમાં મહુધા બાવીસ ગામ સમાજ પાટીદાર વાડી ખાતે લાભાર્થી સંમેલન યોજવામાં આવ્યું હતું
લાભાર્થી સંમેલન આવનાર લોકોને ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓએ જણાવ્યું હતું કે પ્રજાની સેવા કરવા ચાલું કરેલ હરતું ફરતું કાર્યલય ટુંક સમયમાં જ પ્રજાની વચ્ચે હાજર રહેવા બાંહેધરી આપી હતી. ધારાસભ્ય એ જણાવ્યું હતું કે રેશનકાર્ડ, ગટર પાણી ની સમસ્યાઓ નું નિરાકરણ પણ ટુંક સમયમાં જ હરતું ફરતું કાર્યલય થકી લાવવામાં આવશે. સાથોસાથ તેવું પણ જણાવ્યું હતું કે માં બાપ વગરની ગરીબ દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક પણ કરવામાં આવશે. અંતમાં લાભાર્થી સંમેલન માં આવનાર પ્રજાની વચ્ચે ધારાસભ્ય સંજયસિંહ મહિડા ઉભા રહી પ્રજાના પ્રશ્નો નો સાંભળ્યા હતા અને ટુંક સમયમાં જ પ્રશ્નો નાં નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મહુધા બાવીસ ગામ સમાજ પાટીદાર વાડી ખાતે લાભાર્થી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા, મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા શહેર ભાજપ સંગઠન પ્રભારી શીતલબેન ભટ્ટ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસીંગભાઇ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ સોઢા તાલુકા તેમજ વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માં ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ યોજના ના લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

IMG-20230612-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *