ઓખા
બિપરજાેય વાવાઝોડા ની અસરના ઓખામાં હવે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોરી જેટી પર માછીમારોના દંગાના પતરા હવામાં ઉડી ગયા છે. સ્થાનિક વેપારીઓની દુકાનોની છત પણ ઉડી ગઈ હોવાનુ સામે આવ્યુ છે. ઓખાના જેટી બંદરના દ્રશ્યો છે, જે જાેઈ શકાય છે. જેટી પર દંગા સહિતના અનેક છત અહીં ઉડી ચૂક્યા છે. જેટી વિસ્તારમાં આમ પણ પહેલાથી જ સ્થાનિક તંત્ર દ્વારા અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેથી જાનહાની ટાળી શકાય અને લોકોને સલામત રાખી શકાય પરંતુ કેટલાક શેડ અને પતરાને લઈ પહેલાથી જ સંભાવના વ્યક્ત થઈ રહી હતી કે, પવન વધારે રહેવાની સ્થિતીમાં તે હવામાં ઉડી શકે છે. ઓખા અને દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારોમાં પતરા ઉડી જવાના, વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્તારમાં અનેક સ્ટોરના શેડ પણ ઉડી ગયા હતા. દરિયો જાેકે હવે શાંત બન્યો છે, જે ગઈકાલ મોડી રાત સુધી ઉંચા મોજા ઉછળતા દરિયામાં જાેવા મળી રહ્યા હતા. જાેકે હવે દરિયો શાંત થતા રાહત સર્જાઈ છે. પરંતુ હાલમાં વરસાદ અને પવનનુ જાેર જાેવા મળી રહ્યુ છે.


