Gujarat

આગામી તારીખ 26 ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છોટાઉદેપુરની મુલાકાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે.

આગામી તારીખ 26 8 2023 શનિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ છોટાઉદેપુર ની મુલાકાતે આવશે. છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલયનું તેઓના હસ્તે ખાતમહૂર્ત કરવામાં આવશે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની સાથે મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છોટાઉદેપુર ની મુલાકાતે હોય જેને લઇને જિલ્લા ભાજપ દ્વારા તારામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230824-114155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *