બોડેલી થી વડોદરા જતા હાઈવે પર બોડેલી તાલુકાના સુર્યા ભદ્રાલી પાસે અચાનક ગાડીમાં આગ લાગી હતી સદ્નસીબે કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો
બોડેલીના ડભોઇ રોડ પર સૂર્યા ભદ્રાલી વસાહત પાસે વડોદરાથી બોડેલી તરફ આવતી કારમાં એકદમ આગ લાગી હતી. જેથી કાર ચાલકે સમય સૂચકતા વાપરી ને કાર થી થોભાવી અને કાર માંથી ઉતરી ગયા હતા. આગ લાગતા જોત જોતા ગાડી આગ ની લપેટ માં આવી હતી. રોડ છોડી ને કાર ઊભી રાખી ત્યાં કાર સળગી ઉઠી હતી. જેમાં કોઈ જાન હાનિ થઈ ન હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

