સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.1,159 અને ચાંદીનો વાયદો રૂ.3,818 ગબડ્યોઃ ક્રૂડ તેલ, કોટન–ખાંડીમાં સેંકડા ઘટ્યાઃ કપાસ, નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,04,051 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.292055 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.252 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 58,87,440 સોદાઓમાં કુલ રૂ.3,96,358.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,04,050.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,92,055.18 કરોડનો હતો.
સપ્તાહ દરમિયાન મંગળવાર, 20 જૂનના રોજ ચાંદી (30 કિ.ગ્રા.)ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ઓપન ઈન્ટરેસ્ટ 362 ટનના ઉચ્ચતમ સ્તરે જોવા મળ્યો હતો. આ સાથે જ ચાંદી (5 કિ.ગ્રા.)ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,287 કરોડની કીમતનાં 178 ટનનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,02,595 સોદાઓમાં રૂ.60,133.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,555 અને નીચામાં રૂ.58,150ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,159 ઘટી રૂ.58,196ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.176 ઘટી રૂ.47,705 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.115 ઘટી રૂ.5,811ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,105 ઘટી રૂ.58,144ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,323ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,044 અને નીચામાં રૂ.67,950ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,818 ઘટી રૂ.68,308ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,676 ઘટી રૂ.68,460 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,689 ઘટી રૂ.68,442 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 1,12,365 સોદાઓમાં રૂ.12,621.51 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.736.40ના ભાવે ખૂલી, રૂ.8.40 ઘટી રૂ.726.85 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.4.90 ઘટી રૂ.199.65 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.6.10 ઘટી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.4.90 ઘટી રૂ.199.90 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.85 ઘટી રૂ.182.50 જસત-મિની જૂન વાયદો રૂ.6.20 ઘટી રૂ.216.05 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 8,32,229 સોદાઓમાં રૂ.31,063.68 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,814ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,975 અને નીચામાં રૂ.5,675ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.130 ઘટી રૂ.5,705 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.122 ઘટી રૂ.5,712 બંધ થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.4.20 વધી રૂ.213.50 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 4 વધી 213.4 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.232.49 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,589ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,589 અને નીચામાં રૂ.1,589ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.39 વધી રૂ.1,589 થયો હતો. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,480 અને નીચામાં રૂ.55,840ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,420 ઘટી રૂ.55,960ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.50.10 ઘટી રૂ.881.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.19,892.90 કરોડનાં 33,771.069 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.40,240.19 કરોડનાં 5,675.525 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,401.57 કરોડનાં 1,77,99,290 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.20,662.11 કરોડનાં 96,76,25,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,410.42 કરોડનાં 69,348 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.379.41 કરોડનાં 20,606 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,196.97 કરોડનાં 98,188 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,634.71 કરોડનાં 1,66,186 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.163.82 કરોડનાં 28,560 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.68.64 કરોડનાં 755.28 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,922.032 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,008.984 ટન, તાંબાના વાયદાઓમાં 14,170 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 25,777 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,957 ટન તથા જસત અને જસત-મિનીમાં 24,389 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 18,81,290 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,26,79,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 22,464 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 332.28 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.252.17 કરોડનાં 3181 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 1250 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,041 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,111 અને નીચામાં 15,575 બોલાઈ, 536 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 437 પોઈન્ટ ઘટી 15,585 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.292055.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16285.89 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31717.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.162100.29 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.81899.19 કરોડનાં કામકાજ થયાં હતાં.
