Gujarat

જામનગરમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક

જામનગર
જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં સ્ન્છ રિવાબા જાડેજા અને મેયર બીનાબેન વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. કોઇ બાબતમાં સ્ન્છ રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. જાે કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જાે કે આ મામલામાં સાંસદ પૂનમબેનએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમબેન પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ જામનગરથી એક એવા દ્રશ્યો સામે આવ્યા જે જાેઇને આંતરિક વિખવાદની ગંધ આવી ગઇ. જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ સ્ન્છ રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે. આ વીડિયોના શબ્દો પરથી સમજી શકાય છે કે મેયર પોતાના હોદ્દાને લઇને વાત કરી રહ્યા હતા. એટલે કે હોદ્દાને લઇને બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ હતી.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા. જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સાંસદ પૂનમ માડમને ચોપડી દીધું કે, તમે જ આગ લગાડી છે. બન્ને મહિલા નેતાઓના હાવભાવથી સમજી શકાય છે કે, આ મુદ્દો કોઇ આજકાલનો નથી, પરંતુ આજે આ વિવાદ પરાષ્ટાએ પહોંચી ગયો છે. તો હવે આ મામલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે, સમગ્ર મામલાની માહિતી લેવામાં આવશે અને તે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *