Gujarat

સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરવા સૂચના

ભારત સરકારના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં બીપરજોય ટકરાઈ તેવી સંભવના છે ત્યારે વાવાઝોડાનો સામનો કરવા અને રાહત બચાવની કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં કેશોદ ખાતેથી રાજ્યના સહકાર મંત્રી અને વાવાઝોડા સંદર્ભે જેમને જૂનાગઢ જિલ્લાની દેખરેખ માટે જવાબદારી સોંપવામાં આવી છે તેવા શ્રી જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા. આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મંત્રી શ્રી,  સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી સંજયભાઈ કોરડીયા, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયાએ વાવાઝોડા સંદર્ભે જરુરી તકેદારીઓ રાખવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

   આ બેઠકમાં ભારતના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર તમામ મદદ માટે તૈયાર છે, ખાસ કરીને રાહત બચાવની કામગીરી માટે કોસ્ટ ગાર્ડ, બીએસએફ, હવાઈ દળ જેવી કેન્દ્રીય એજન્સીઓની મદદ આપવા માટે તૈયાર છે. તેમણે વાવાઝોડા દરમિયાન જાન હાની ન થાય અને ખાસ કરીને ગીર ફોરેસ્ટમાં પ્રાણીઓની સુરક્ષા માટે જરુરી તકેદારી લેવા જણાવ્યું હતું.

    તેમણે સૌરાષ્ટ્ર કચ્છના ભારે વરસાદથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જેથી પૂરની સ્થિતિને રાખી આગોતરુ આયોજન કરવા તેના આવ્યું હતું.      વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ કેશોદ ખાતેની આ બેઠકમાં    જૂનાગઢ જિલ્લાના નીચાણ વાળા વિસ્તાર એવા ઘેડ પંથકમાં સંભવિત પૂરની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉક્ત પદાધિકારીઓ -અધિકારીઓ ઉપરાંત જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *